ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેન્દ્રના મોટા નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દાહોદ એટલે કે આદિવાસીઓની મોટી વોટ બેંક તેમજ આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા છે, સંબોધન કરતા કહ્યું કે “આ કોઈ પબ્લિક મિટીંગ નથી પરંતુ એક સત્યાગ્રહની શરૂઆત છે ભાજપે ભારતના બે ભાગલા કર્યા”.2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે દેશમાં કરી રહ્યા છે. જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતા. જેમાં દરેક વ્યક્તિને સન્માન મળવુ જોઇએ.