અમદાવાદમાં ૧૫ વર્ષના બાળકને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના વેક્સિન આપવામાં ગંભીર બેદરકારી સામે આવી છે.કોરોના વેકેશન નો બીજો ડોઝ લેવા આવેલા બાળકને વાસણા વિસ્તારમાં આવેલા ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન આપનાર કર્મચારીએ covaxin ની જગ્યાએ ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને આપવામાં આવતી covishield વેક્સિન આપી દીધી હતી વેક્સિન લેતાની સાથે જ બાળકને ચક્કર આવી ગયા હતા અને તે નીચે પડી ગયો હતો. બાળકના પિતાએ વેક્સિન આપનાર કર્મચારીને જણાવ્યું પણ હતું કે આ વેક્સિન આપવાની હોય છે તો તમે કેમ covishield વેક્સિન આપી આ મામલે બાળકના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ પણ આપી છે
