Tue. Oct 22nd, 2024

    ગીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનના કારણે થતા અકસ્માતમાં સિંહોનું મૃત્યુ નિપજે છે. અત્યારે ગીર વિસ્તારમાંથી રેલવે લાઈન બંધ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ ગીર વિસ્તારમાંથી મીટર ગેજ ટ્રેક પર દરરોજ 4 ટ્રેનો પસાર થાય છે.

    જે ટ્રેનોને ગીર વિસ્તારમાં મહત્તમ 40 કિલોમીટરની ઝડપે સતત હોર્ન વગાવાની સાથે દોડાવવામાં આવે છે. રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સિંહ તથા અન્ય જંગલી પ્રાણીઓ મુક્તપણે વિચરણ કરી શકે તે માટે ટ્રેનોનું સંચાલન બંધ રાખવામાં આવે છે. ટ્રેનના ડ્રાઈવર મારફતે ગીર વિસ્તારમાં સતત તકેદારી રાખવાના કારણે એક વર્ષમાં 9 જેટલી ઘટનામાં સિંહનું રક્ષણ કરવામાં આવ્યું છે.


    ગીર જંગલમાં રેલવે લાઇનથી સિંહોના અકસ્માત

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *