પેટમાં દુખાવાની ફરિયાદી દર્દીનું 3.30 કલાક ઓપરેશન કરી એલ.જી. હોસ્પિટલના ડૉક્ટરોએ ડાબી કિડનીમાંથી અંગૂઠાના આકારની 1 તેમજ અન્ય 250 પથરી કાઢી. સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલના નેતૃત્વમાં ડૉક્ટરોએ ઓપરેશન પાર પાડ્યું.
કિડની કે પેશાબની પથરી હોય ત્યારે ગેસ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો, પેશાબમાં બળતરા કે લોહી નીકળવા જેવા લક્ષણો દેખાતા હોય છે. એક સાથે આટલી બધી પથરી નીકળ્યાનો આ ભાગ્યે જ જોવા મળતો કિસ્સો છે. તમામ પથરી નીકળી જતાં દર્દી હવે સ્વસ્થ થઈ ગયો છે.