મ્યુનિ.અે 25થી 29 એપ્રિલ દરમિયાન શહેરમાં 1,65,173 ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યાં છે. એક કોમર્શિયલ બાંધકામને સીલ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં જ મ્યુનિ.એ કુલ 8,51,378 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરી બીયુ નહિ ધરાવતાં 3373 કોમર્શિયલ તથા 400 રહેણાકના યુનિટને પણ સીલ કરવામાં આવ્યાં છે
સરખેજ, વેજલપુર, આનંદનગર વિસ્તારમાં 3 કોમર્શિયલ બાંધકામ તોડી પડાયાં.ખાડિયા, પુરુષોત્તમ માર્કેટ વિસ્તારમાં એક કોમર્શિયલ યુનિટ તોડયુ.
નારોલ, મોતીપુરા ચાર રસ્તાથી ગોકુળનગર તળાવ સુધી, 3 રહેણાક મકાનો તોડી પડાયુ. નવરંગપુરા અચલરાજ કોમ્પ.માં એક કોમર્શિયલ યુનિટ તોડયુ.ઘાટલોડિયા, ચાણક્યપુરી બ્રિજ પાસે 22 રહેણાકના તથા 100 કાચા પાકાં ઝૂંપડાં દૂર કરયા.