Tue. Oct 22nd, 2024
    વિદેશી ચશ્માથી ભારતીય સંસ્કૃતિનું અવલોકન

    ઇતિહાસનું વિકૃત નિરૂપણ !
    ભારતીય ઈતિહાસલેખન બહુધા બ્રીટીશકાલીન વિદેશી ઈતિહાસકારો અને વામપંથી ઈતિહાસકારો દ્રારા લખાયેલ છે. આપણાં શાળાકીય થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના પાઠ્યપુસ્તકો મોટાભાગે આ લોકોના પ્રભાવતળે રહેલ છે. આથી જ આપણને કેટલીક ખોટી માહીતી આપણાં મગજમાં બેસાડી દેવામાં આવી છે. જેમ કે તમે એકલવ્યના બનાવ વીશે આપ જાણતા હશો કે ગુરૂ દ્રોણે એકલવ્યનો અંગુઠો ગુરૂ દક્ષીણામાં લઈ લીધો હતો. પરતું કેટલા હિન્દુઓએ મહાભારત વાચ્યું છે ? આ બનાવ મહાભારતના કયા અધ્યાયમાં આવે છે ? એકલવ્યનો પ્રસંગ મહાભારતના વનપર્વમાં આવે છે. માર્કસ અને મેકેલોનો પ્રભાવ કે આપણે ખોટી માહિતીને સાચી માની લઈએ છીએ. સાચી કથા એ છે કે કુતરાનું મુખ બાણોથી ભરાયેલ હતું. જ્યારે અર્જુન તે બાણો કુતરાના મુખ માથી બહાર કાઢે છે ત્યારે કુતરાના મુખમાં સામાન્ય ઇજા પણ નથી હોતી . મતલબ કે આ દીવ્ય અસ્ત્ર છે. દીવ્ય અસ્ત્ર એટ્લે વર્તમાન લેસર ગાઈડેડ મિસાઇલ જે લક્ષ્ય પર નીશાન લીધું હોય ત્યા જ નુકશાન કરે. દ્રોણ એકલવ્યને પૂછે છે. તેણે આ જ્ઞાન કોની પાસેથી મેળવ્યું ? એકલવ્ય કહે છે કે મે આ જ્ઞાન આપની પાસેથી મેળવ્યું . દ્રોણ કહે છે કે હું તને ઓળખતો નથી ત્યારે એકલવ્ય તેના પરીચયમાં કહે છે કે હું મગધ નરેશ જરાસંઘ ના સરસેનાપતી હિરણ્ય ધનુનો પુત્ર છુ. આપણને ફકત એકલવ્ય વનવાસી હતો તેવું જ સમજાવામાં આવ્યું છે. જુઓ કેવી ચાલાકી થી માહીતીને છુપાવવામાં આવી છે.કેવી રીતે ઈતિહાસને ખંડીત કરે છે.
    આપણાં હિન્દુ ધર્મમાં બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. રામાયણના રચીયતા મહીર્ષી વાલ્મીકી છે. જે આજે વાલ્મીકી સમાજની ગણના શેડ્યુલ કાસ્ટમાં કરવામાં આવે છે. મહાભારતના રચીયાતા મહીર્ષી વેદવ્યાસ છે. જેની માતા માછવારણ હતી . આજે તે જ્ઞાતીને પણ શેડ્યુલ કાસ્ટમાં કરવામાં આવે છે. સંત રયદાસ, નામદેવ , કબીર , દાદુ આ બધા જ આપણાં વંદનીય સંતો છે. આપણે કોઈપણ વિગતને પ્રમાણભૂત બનાવા માટે અંગ્રેજી સંદર્ભનો ઉપયોગ કરવાની પ્રથા છે. ચન્દ્ર્ગુપ્ત મૌર્યના શાસનમાં એલજી તરીકે આવેલ મેગસ્થનીસના ગ્રંથ
    “ ઇન્ડીકા” માં ભારતીય સમાજમાં સાત જાતીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તે લખે છે કે અહી સમરસતા છે. અહી શોષણ અને ભેદભાવવિહીન સમાજ છે. પરતું બ્રીટીશ સમયથી આપણને ભેદભાવયુક્ત સમાજ હતો તેવો ઈતિહાસ સમજાવવામાં આવ્યો છે.
    ગામમાં પંચાયત હૉય છે. તેના પાંચ સભ્યો હોય છે. ચાર વર્ણોના એક-એક પ્રતિનિધિ અને પાંચમો સભ્ય ગામ બહાર વસવાટ કરનાર વનવાસી હોય છે. આ વનવાસી પર પંચના નિણર્યનો પ્રભાવ ચોક્કસ પડે છે. માટે તેની નિયુક્તિ પાંચમા સભ્ય તરીકે કરવામાં આવતી હતી. આ હતી ભારતીય સમાજ વ્યવસ્થા . જેમાં જાતીય ભેદભાવને સ્થાન નહતું .
    મહીલાઓને સમાન અધીકાર નહતો –તેવો દૂષપ્રચાર થયેલ છે. તેમણે શિક્ષણનો અધીકાર નહતો. તેવું પણ આલેખન થયું છે. ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષીઓ હતી. ગાર્ગીએ યાજ્ઞવલક્ય જેવા રૂષી સાથે શાસ્ત્રાર્થ કર્યો , દુનીયા કોઈપણ દેશમાં મહીલાને ધર્મગુરૂ સાથે શાસ્ત્રાર્થ કરવાનો અધીકાર આપેલ જોવા મળતો નથી . આચાર્ય મંડન મિશ્રા અને આદી શંકરાચાર્ય વચ્ચે શાસ્ત્રાર્થ થયો તેના ન્યાયધીશ તરીકે આચાર્ય મંડન મિશ્રાની પત્ની ઉદયભારતી હતી. આવો અધીકાર અન્ય કોઈ જગ્યાએ આપેલ જોવા મળતો નથી .
    સ્ત્રીને ભારતમાં સમાનતા જ નહી પરતું ઉચ્ચ માતૃત્વ પદ આપવામાં આવતું. આપણે સીતા રામ , રાધે –ક્રીષ્ણા , ગૌરી-શંકર, લક્ષ્મી –નારાયણ , માતા-પીતા દરેક સમયે માતાને પ્રથમ સ્થાન આપવું તે આપની સંસ્કૃતી છે.


    વિદેશી ચશ્માથી ભારતીય સંસ્કૃતિનું અવલોકન

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *