શેરપુરા શાળામાં શિક્ષક તરીકે નોકરી બજાવતા પ્રિતેશભાઇ રમેશભાઇ પટેલ મૂળ વતન બાલિસણા છે. જેમની કર્મભૂમી શેરપુરા શાળામાં બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કારોનું સિંચન કરવાની સાથે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો પોતાના બાળકો ગણી તેમને સુખ દુઃખમાં સહભાગી પણ થઈ રહ્યા છે.
સરસ્વતીના શેરપુરા કાંસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શૈક્ષણિક કાર્યની સાથે સાથે શાળામાં માનવતાના કાર્યો કરે છે. તાજેતરમાં શાળામાં પક્ષીઓ માટે 4.5 લાખના ખર્ચે પક્ષી ઘર બનાવી 800 જેટલા પક્ષીઓ રહેઠાણ સહિત અન્નની વ્યવસ્થા તથા પાલન પોષણ કરી માનવતા ભર્યું કાર્ય કરતા જિલ્લા શિક્ષણ વિભાગમાં પ્રેરણાદાયી બન્યા છે. જેમના પરિવાર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો પર આ રીતે પક્ષી ઘરોનું નિર્માણ કરી પક્ષીઓને રહેઠાણ માટે વ્યવસ્થા કરાઇ રહી છે.
