Thu. May 21st, 2026
    ગાંધીનગરમાં એક દિવસીય રજતજયંતી સન્માન સમારોહ અને રાષ્ટ્રીય હિન્દી કવિ સંમેલન 17 મે, 2026ના રોજ યોજાયું
    Views 5

    ગાંધીનગરમાં એક દિવસીય રજતજયંતી સન્માન સમારોહ અને રાષ્ટ્રીય હિન્દી કવિ સંમેલન 17 મે, 2026ના રોજ યોજાયું

    હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર એવં અખિલ ભારતીય હિન્દી સાહિત્ય સંસ્થાન ગુજરાત અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રજતજયંતી સન્માન સમારોહ અને રાષ્ટ્રીય હિન્દી કવિ સંમેલન બ્રહ્માણી કૃપા મેમોરિયલ હોલ કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરમાં યોજાઈ ગયો. આ સમારોહના પ્રથમ ઉદ્બોધક માનનીય શ્રી ભાગ્ય ઝા, (અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર) તથા ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ (મહાસચિવ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)ના બદલે ડો. જે. એમ. પનારા સાહેબે ઉદ્બોધન કર્યું. કાર્યક્રમની અધ્યક્ષતા અખિલ ભારતીય હિન્દી સાહિત્ય સંસ્થાન ગુજરાત અમદાવાદના સંસ્થાપક – અધ્યક્ષ ડો. ચંદ્રપાલસિંહ યાદવ સાહેબે કરી અને સંચાલન-સંયોજન ડો. ભાવના એન. સાવલિયા એ કર્યું .
    કાર્યક્રમનું પ્રબંધન સંસ્થાનના મંત્રી દેવેન્દ્રસિંહ યાદવ અને શ્રી લાલ કિશોર પાઠકે કર્યું.
    મંચ પર બિરાજમાન મુખ્ય અતિથિ બિલાસપુર, છત્તીસગઢથી પધારેલ ડૉ. વિનોદકુમાર વર્મા, વિશિષ્ટ અતિથિ ડૉ .જે. એમ.પનારા, (રાજકોટ), ડૉ .આલોકકુમાર ગુપ્તા (ગાંધીનગર), ગુજરાત, ડૉ. ધીરજ વણકર ‘અન્વેશી’ (અમદાવાદ), ડૉ. બી.કે. કલાસવા (રાજકોટ) તથા અતિથિ વિશેષ પ્રોફેસર દેવેન્દ્ર આચાર્ય (અમદાવાદ) વગેરે મહાનુભાવ મંચ પર વિરાજમાન હતા, સન્માન સમારોહના અંતર્ગત ડૉ .વિનોદકુમાર વર્મા ને ‘રાજભાષા રત્ન’, વસંતી વર્માને ‘સાહિત્ય વાચસ્પતિ’, શ્રી સુભાષ મિત્તલ સત્યમ શિરોહી રાજસ્થાનને ‘કાવ્યાલંકાર’ ડૉ .ઉમાસિંહ કિસલય ને ‘કાવ્યાલંકાર’, અરવિંદભાઈ પટેલને ‘કાવ્ય દર્શ’ હર્ષકુમાર શેઠ દિલ્હીને ‘કથા સમ્રાટ’ અને ડૉ .ભાવના સાવલિયા ને ‘ગીત સામ્રાજ્ઞી’ વગેરે માનદ ઉપાધિઓથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત અતિથિઓનું મોમેન્ટો, શાલ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા. શ્રીમતી વસંતી વર્મા,કિસલિય, ડૉ. ભાવના સાવલિયા, હર્ષકુમાર શેઠ, અરવિંદભાઈ પટેલ, સુભાષ મિત્તલ, ઉમાસિંહ કિસલિય, વગેરે ને ગીતો અને કાવ્યોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા, સમારોહના પરિસરમા ઉપસ્થિત શ્રોતાઓ, નવોદિત કવિઓ તથા વરિષ્ઠ રચનાકારોને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંજુમ યાદવે આભાર વિધિ કરી હતી. મીડિયા પ્રભારી આકાશ પ્રજાપતિ અને આદિત્ય પંડ્યા વગેરેનો સહયોગ રહ્યો હતો. કવિ સંમેલન અને સન્માન સમારોહ સૌના સહકારથી સફળ રહ્યો.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *