Tue. Oct 22nd, 2024

    સરકારના નિર્ણયો તથા પેપર લીકને કારણે ૨ વખત રદ થયેલી બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે 24મી એપ્રિલે યોજાશે. ત્યારે આ પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારો માટે ચેતવણી આપી છે. ગેરરીતિ કરતા પકડાશે તે ઉમેદવારને ત્રણ વર્ષ માટે તમામ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. તથા ફોજદારી ફરિયાદ પણ થઇ શકે છે.

    ગૌણ સેવા પસંદગી મંડળે જણાવ્યું કે પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશાવ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે.


    ગૌણ સેવા પસંદગી મંડળની ચેતવણી

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *