રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ધમાસાણ યુદ્ધ ક્યારે અટકશે હવે કોઈ કહી શકે તેમ નથી પરંતુ ભારતનો કેટલો બધો રાજનૈતિક પ્રભાવ છે એ દુનિયાને જોવા મળ્યું. યુક્રેનના વડા ઝેલેન્સકી એ એક કરતાં વધારે વાર ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાત કરી એટલું જ નહીં મોદીને મધ્યસ્થી બનવા અને યુદ્ધ અટકાવવા વિનંતી પણ કરી સાથોસાથ રશિયાના સર્વે સર્વા પુતિન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી તેમજ ચાલુ યુદ્ધ રશિયાએ પોતાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવને નવી દિલ્હી મંત્રણા માટે મોકલ્યા યુદ્ધે ચડેલા બંને દેશો યૂક્રન અને રશિયા ભારતને મધ્યસ્થી તરીકે સ્વીકારે છે, ભારતનો પક્ષ ગંભીરતાથી માને છે. અલબત્ત ભારતે આ તબક્કે કોઇ પણ પક્ષની સાથે જોડાવાને બદલે પોતાના લોકોના હિતોને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે જેથી ભારત યુદ્ધના મુદ્દે તટસ્થ રહ્યું છે.
યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બ્લી અને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકોમાં પણ ભારતે કોઈ પણ દેશનો પક્ષ નથી લીધો તેમજ વોટિંગમાં પણ ઉપસ્થિત રહ્યું નથી જોકે અનેક દેશો ભારતના આ વલણની સરાહના કરે છે યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસે crude oil ખરીદ્યું, રશિયા પર અમેરિકાએ કેટલાય પ્રતિબંધો નાખ્યા હોવા છતાં પણ ભારતે પોતાના નાગરિકોનુ હિત જોઈને નિર્ણય લીધો અને જ્યારે અમેરિકામાં ગયેલા ભારતના વિદેશ મંત્રી શ્રી જયશંકર સમક્ષ અમેરિકા આ મુદ્દે વાંધો ઉઠાવ્યો ત્યારે પત્રકારોની ઉપસ્થિતિમાં વિજયશંકર સ્પષ્ટ કહી દીધું કે યુરોપના કેટલાક દેશો હજી સુધી પણ રશિયા પાસેથી ગેસ અને ઓઇલ ખરીદી રહ્યા છે અને એની તુલનામાં તો ભારત બહુ જ ઓછી ખરીદી કરે છે. આમ ભારતે સોઇ ઝાટકીને પોતાનો પક્ષ સ્પષ્ટ કરી દીધો અને વિશ્વની સર્વોચ્ચ મહાસત્તા ગણાતા અમેરિકાને તેના જ આંગણે બતાવી દીધો જે હિંમતની ભારતના હરીફો પણ દાદ દઇ રહ્યા છે .