Wed. Apr 22nd, 2026
    Views 377

    એક નિર્જીવ બુલડોઝરના લીધે ભારત દેશના કહેવાતા સેક્યુલર વિપક્ષના નેતાઓના મોંમાં જાણે જીભ આવી ગઈ. હજુ ગઈ કાલ સુધી પોલીસની કાર્યવાહી સામે ખુલ્લેઆમ મુસ્લિમ સમાજની તરફેણ કરનાર કહેવાતા કેટલાક નેતાઓ આજે જાણે કે સર્વોચ્ચ અદાલતના જજની જેમ એક તરફી ફેંસલો આપવા લાગ્યા, આમા મૂળ વાત ની તો ટેલિ ચેનલો એ પણ અવગણના કરી. દેશમાં જુદા જુદા રાજ્યો માં હનુમાન મહોત્સવમાં નીકળેલ શોભા યાત્રા પર મુસ્લિમો દ્વારા કરવામાં આવેલ આયોજન પૂર્વક ના હુમલા ની આખી વાત ને જ ભુલાવી દેવા નો પ્રયત્ન કરવામાં આવ્યો. શાંતિપૂર્ણ શોભા યાત્રા પર બેફામ પથરાવ, કાચની બોટલનો મારો, ગોળીબાર અને રસ્તામાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ અને આગજની જેવા જઘન્ય અપરાધ વિશે ભારતદેશના એક પણ વિપક્ષે મત બેંક ની નારાજગી ના વહોરવી પડે એટલે એક પણ શબ્દ નો ઉલ્લેખ સુધ્ધાં ના કર્યો, ભારત દેશ માં જ જાણે કે હિન્દૂ નિરાશ્રિત થઈ ગયો.પણ કમાલ કરી નિર્જીવ બુલડોઝરે કે તેના આગમન થી જ જાણે કે તમામ વિપક્ષ ના આત્મા માં ચેતના આવી ગયી અને દરેક વિપક્ષ જાણે કે તે એકલો જ મુસ્લિમો નો સૌથી વધુ હિતેષી છે તેવું પુરવાર કરવામાં લાગી ગયો,સૌથી આશ્ચર્ય જનક બાબત તો એ છે કે દિલ્હી ના જહાંગીરપુરી વિસ્તાર ના કહેવાતા મામુલી અરાજકતા ફેલાવનારા અસામાજિક તત્વો સીધા જ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા અને તાત્કાલિક સ્ટે ઓર્ડર પણ લઇ આવ્યા.અહીં સવાલ એ થાય છે કે આ કહેવાતા મામુલી લોકો પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા કે દુષ્યંત દવે અને કપિલ સિબ્બલ જેવા મોટા ગજા ના વકીલો ની ફી ચૂકવી શકે,દરેક વખતે દેશ વિરોધી લોકો સાથે જ ઉભા રહેનારા ખૂબ જ સારી રીતે જાણે છે કે સરકાર કોઈ પણ હોય સિસ્ટમ તો નઘરોળ જ છે ?અને સુપ્રીમ કોર્ટ પણ જાણે જહાંગીરપુરી વિસ્તાર માં નીકળેલ શોભા યાત્રા માં આયોજન પૂર્વક થયેલ હુમલા થી સાવ જ અજાણ હોય તેમ 24 કલાક માટે પણ સ્ટે ઓર્ડર આપી ને અસામાજિક તત્વોને પંપાળતી હોય તેવુ વર્તન કરે છે.આ દુર્ઘટના માં પોલીસ ના જવાનો તેમજ અધિકારીઓ ને પણ ઇજાઓ થઈ છે,તેમની ઉપર પણ ગોળીબાર થયો છે.આ હુમલો કરવામાં જવાબદાર સ્થાનિક ગુંડા તત્વો તો ગંભીર ગુનેગાર છે જ,પણ સાથે સાથે જે તે વિસ્તાર ના પોલીસ અધિકારીઓ અને રાજકીય પાર્ટીના આગેવાનો પણ એટલાજ જવાબદાર છે,જો પોલીસ અને પ્રશાસન,કોર્પોરેશન પહેલેથી જ જાગૃત હોત તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દબાણ જ ના થઇ શક્યાં હોત.દર વખતે બને છે એમ જ હિન્દૂઓ થોડાક દિવસો સુધી આ બનાવ ની ચર્ચા કરશે અને પછી રાબેતામુજબ પોતાના કાર્ય માં લાગી જશે,બીજા કોઈ તહેવાર માં પણ આવી જ રીતે હુમલા થતા રહેશે જો હિન્દૂ સમાજ સંગઠિત નહીં થાય તો તેનું અસ્તિત્વ ધીમે ધીમે ભૂંસાતું જશે,આજે હિન્દુસ્તાન માં 7 રાજ્યો માં હિંદુઓ લઘુમતી માં આવી ગયા છે અને મુસ્લિમો દ્વારા જુદી જુદી રીતે જુલ્મો સહન કરે છે પછી ત્યાંથી બીજે જવા માટે મજબૂર બને છે અને આ પ્રક્રિયા 1947 થઈ નિરંતર ચાલતી જ રહી છે.હિન્દૂ આજે પોતાના જ દેશ માં બાપડો અને બિચારો થઈ ને જીવે છે.હજી પણ સમય છે જો હિન્દૂ સંગઠિત નહીં થાય તો હાલત કાશ્મીરી પંડિતો જેવી થશે.દેશ ની તમામ રાજકીય પાર્ટી મુસ્લિમો ની જ તરફદારી કરતી જોવા મળે છે,દરેક પાર્ટી ના નેતાઓ એ પ્રકારે નિવેદનો કરેછે કે જાણે BJP ની સરકાર માત્ર મુસ્લિમ વિરોધી કાર્યવાહી જ કરે છે.જ્યારે હકીકત તો એ છે કે જહાંગીરપુરી માં જેટલા ઘરો કે દુકાનો પર બુલડોઝર ચલાવવા માં આવ્યું તે બધા જ ગેરકાયદેસર બાંધકામ હતા,તેમાં હિન્દૂ અને મુસ્લિમ બંને નો સમાવેશ થાય છે.આજ સુધી આ દેશ માં ક્યારેય પણ મુસ્લિમો ના તહેવારો માં હિંદુઓ દ્વારા અરાજકતા ફેલાવવા કે હુમલો કરવા જેવા બનાવો બન્યા નથી.રામ નવમી કે હનુમાન મહોત્સવ જેવા પ્રસંગો માં દેશ ના જુદા જુદા રાજ્યો માં હુમલા થાય તે એક પ્રકાર નું પૂર્વયોજિત કાવતરું જ છે,તેની સાથે સંકળાયેલા તમામ ગુનેગારો ને સખત સજા થવી જ જોઈએ,તેમને મદદ કરનાર તમામ લોકો ને કોઈ પણ સરકારી લાભ મળતાં બંધ કરી દેવા જોઈએ તો જ આ પ્રકાર ના હુમલાઓ બંધ થશે.જયારે જયારે દેશ ના કોઈ પણ રાજ્ય માં આવા બનાવ બને છે ત્યારે યોગીજી ની જેમ કોઈ પણ પક્ષપાત વગર સખત કાર્યવાહી કરવામાં આવે તો અસામાજિક તત્વો ફરી થી ક્યારેય માથું ઊંચકવાની હિમ્મત કરી શકતા નથી. બુલડોઝર પણ આટલુ પ્રસસિદ્ધ યોગીજી ના લીધે જ થયું છે અને દેશ માં જુદા જુદા રાજ્યો ની સરકાર જે ઝડપે બુલડોઝર નો ઉપયોગ કરે છે તે આવકાર દાયક છે,માત્ર તટસ્થ કામગીરી થાય તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય.

    આપનો શું વિચાર છે કોમેન્ટમાં જણાવો

    Happy
    Happy
    50 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    50 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *