Tue. Oct 22nd, 2024

    મ્યુનિ. તિજોરીમાં પૈસા ભર્યા વગર જ બારોબાર 2.39 કરોડનો ટેક્સ ભરી દેવાનુ ઓનલાઈન કૌભાંડમાં થયુ છે. આ કૌભાંડ રાત્રે 11 વાગ્યા પછી કરવામાં આવ્યું. મ્યુનિ.ના મહિલા કર્મચારી વિદેશ પ્રવાસે હતાં ત્યારે તેમના યુઝર આઈડી પાસવર્ડથી સમગ્ર કૌભાંડ થયુ છે. ટ્રાન્ઝેક્શન માટે જે કમ્પ્યૂટર કે મોબાઈલનો ઉપયોગ થયો છે તેમાં એક ખોખરા સિવિક સેન્ટરનું આઈપી એડ્રેસ અને એક પબ્લિક આઈપી એડ્રેસ મળ્યું છે.

    માર્ચ 1થી 14 દરમિયાન મ્યુનિ.ના ઓફિસના કલાકો પછી 293 જેટલા ટ્રાન્ઝેક્શન કરાયા હતા. જેમાં કુલ 2.39 કરોડ રૂપિયા જમા થયાના રેફરન્સ નંબરો જનરેટ થયા હતા. જયારે આ અંગે તપાસ કરી તો ખરેખર 2.39 કરોડ મ્યુનિ.ના બેન્ક ખાતામાં જમા થયા જ ન હતા. અેથી મ્યુનિ.એ જે તે ટેક્સધારક પાસેથી ટ્રાન્ઝેક્શનના પુરાવા માગ્યા હતા પરંતુ એકપણ વ્યક્તિઅે ટ્રાન્ઝેક્શન અધિકૃત હોવાના કોઈપણ પુરાવા આપી શક્યા ન હતા.


    AMCના મહિલા અધિકારીના યુઝર IDથી 2.39 કરોડનું ટેક્સ કૌભાંડ કરાયું

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *