અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર સ્પીડ લિમિટની શનિવારથી અમલવારી શરૂ કરાશે. જો 70થી વધુ સ્પીડે વાહન દોડાવનાર ચાલક પહેલીવાર પકડાશે તો રૂ.૨૦૦૦, બીજીવાર પકડાશે રૂ.૪૦૦૦, તે પછી પકડાશે તો 6 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ અમલવારી કેવી રીતે કરાશે તે હજુ સ્પષ્ટ થઇ નથી. સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે.
આ બાબતે ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં વાહન ચલાવવા અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં છે. આ દિશામાં એસજી હાઇવે પર સ્પીડ ગન ઇન્સ્ટોલ કરી દેવાઈ છે. જેને લઈને 70 કિમી પ્રતિકલાકની ઉપર વાહન હંકારનારા સામે કાર્યવાહી , લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અમલ કરવામાં આવી રહ્યો છે. -સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક
