પ્રથમ સરકારી હ્યુમન લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે હવે ખુલ્લી મૂકવામાં આવી છે. આ અનોખી લાઇબ્રેરીમાં પુસ્તકની જેમ જ મનનો ઊભરો, લાગણીઓ ઠાલવી શકાય એ માટે હવે ‘વ્યક્તિ’ ઇસ્યુ થશે, એટલે કે કોઈપણ વ્યક્તિ પોતાનાં સુખ, દુઃખ, વિચારો, અનુભવો કે વાતને વ્યક્ત કરવા માગતી હશે તો તે અહીં બેસીને વ્યક્ત કરી શકે છે.
જેના માટે તેને વ્યક્તિ ઇસ્યુ કરવામાં આવશે કે જેની સાથે તે બેસીને વાતો કરશે. આ અનોખી લાઇબ્રેરીને જૂનાગઢ કલેક્ટરે ગુરુવારનાં રોજ ખુલ્લી મૂકી. આ કચેરી શરૂઆતમાં માત્ર સરકારી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. પછીથી તબક્કાવાર સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવશે.
