તાપ તથા ગરમીને કારણે બપોરના સમયે 1થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા અમદાવાદમાં હાથ ધરાયેલી ટ્રાયલ પછી સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવશે.
અત્યારે અમદાવાદ શહેરમાં વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ઊભું રહેવું ન પડે તે માટે 60 ટ્રાફિક સિગ્નલ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાથી ટ્રાફિક નિયમનમાં કોઈ મુશ્કેલી આવે છે કે કેમ તેનો બે દિવસની ટ્રાયલ દરમિયાન અભ્યાસ કરવામાં આવશે. આ વ્યવસ્થા સફળ થશે તો તેનો સમય લંબાવવામાં આવશે.
