CBDTએ નવો પરિપત્ર કરીને એવી જોગવાઇ કરી છે કે સિનિયર સિટીઝન તથા એનઆરઆઇને રિટર્ન ફાઇલ કરવા પડશે. સિનિયર સિટીઝનની બાબતે રૂ. 25 હજાર ટીડીએસ કપાયો હોય તો રિટર્ન ફાઇલ કરવું પડશે. જયારે નવા પરિપત્ર મુજબ રૂ. 50 લાખથી વધારે રકમનું એફડી અથવા બોન્ડમાં રોકાણ કર્યું હોય તો તેમને રિટર્ન ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
સિનિયર સિટીઝનોને રૂ. 4 લાખ સુધી ટેક્સ લાગતો નહોતો તેથા વધારાના રૂ. 1.50 લાખ ઇન્વેસ્ટમેન્ટના બાદ મળતા હતા.
