Thu. Apr 23rd, 2026
    Views 306

    કેન્દ્ર સરકારે ખાનગી તથા ટ્રાન્સપોર્ટના 15 વર્ષ જૂના વાહનોની રિન્યુ ફીમાં ત્રણ ગણાનો વધારો કર્યો છે. અમદાવાદમાં દરરોજ ટ્રાન્સપોર્ટના 200 વાહનો, ખાનગી 150થી વધુ વાહનો ફિટનેસ કે રિન્યુ માટે આવે છે. ભાવ વધારાથી વાહન માલિકોને બિનજરૂરી આર્થિક બોજો પડયો હોવાની ચર્ચા વાહન માલિકોમાં છે.

    અમદાવાદમાં વાહનોની સંખ્યા 54 લાખ પર પહોંચી છે. જ્યારે સરકારના સર્વરમાં સુભાષબ્રિજ આરટીઓમાં 2.86 લાખ, વસ્ત્રાલમાં 8.88 લાખ તથા બાવળામાં 1.78 લાખ વાહનો નોંધાયા છે. વસ્ત્રાલ , બાવળા કચેરી 2016 પછી કાર્યરત થઇ હોવાથી 15 વર્ષ જૂના વાહનો સુભાષબ્રિજ આરટીઓમાં વધુ છે. ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદી બાદ કારમાં પ્રતિવર્ષે ફિટનેસ સર્ટિ લેવાનું હોય છે. તેમાં સ્થળ પર ફિટનેસન કરાવે તો તેનો ચાર્જ વધુ છે. આ ઉપરાંત નિયત તારીખ પછી ફિટનેસન થતાં વાહન પર રોજની રુ.50 પેનલ્ટી વસૂલાય છે. આડેધડ વધારેલા ભાવથી તમામ વાહન માલિકો પર આર્થિક બોજો પડશે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    100 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *