2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ.
વિધાનસભાની ચૂંટણી બાબતે ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે. અમુક નેતા કોંગ્રેસ અને આપમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્ે વખતે વડાપ્રધાનની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલાક નેતાઓનું ભાજપમાં જોડાવાનું નક્કી થાય તેવી શક્યતા છે