Mon. Feb 17th, 2025

    ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાશે?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની મુલાકાતો વધી રહી છે. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની હવાને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. પરંતુ વહેલી ચૂંટણી આવશે કે કેમ તે બાબતે રાજકીય પંડિતોમા સહમતી નથી કારણ કે વિધાનસભાની રેગ્યુલર ચૂંટણી ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પૂરી થાય. ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે સમગ્ર મંત્રીમંડળની બાદબાકી કરીને એક કોમન મેન એવા ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા સાથે જ લગભગ જુના મંત્રીઓને હાંસિયામાં મૂકી દઈને નવા મંત્રીઓની નિમણુંક કરી દેવામાં આવી. જેમા મુખ્યમંત્રી એક સામાન્ય વ્યક્તિની જેમ કોઇપણ કાર્યક્રમમાં પ્રજાની વચ્ચે જઈને બેસી જાય અને ઓચિંતા કોઈપણ લોકોના વસવાટ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈ ચડે અને સામાન્ય લોકો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણવા પ્રયાસ કરતાં રહે છે જેના કારણે તેમની વ્યક્તિગત લોકપ્રિયતા વધી છે.બીજી તરફ તોલમાપ વિભાગ બાહોશ અધિકારીને સોંપતા તંત્ર દોડતું થઈ ગયું અને રાજ્યમાં કિંમત કરતાં વધુ પૈસા લેતા નાના- મોટા અનેક વેપારીઓ- ધંધાદારીઓને ઝપટમાં લઇ લેતાં પ્રજામાં તેની પણ પ્રિયતા વધી છે. આમ છતાં તંત્ર દરેક સ્થળે પહોંચી શકતુ નથી. જ્યારે કે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને દિશાનિર્દેશો પાઠવીને પોલીસ દ્વારા નિર્દોષ લોકોની થતી હેરાનગતી અટકાવી દીધી જે કારણે સરકારની વાહવાહી થઈ છે તે વાત સ્વીકારવી રહી. વિધાનસભા બજેટ સત્ર ચાલુ હતું તે દરમિયાન વહેલી ચૂંટણી આવવાની હવાએ તેમજ આવતા વર્ષના બજેટ સત્રમા 70% નવા ચહેરા જોવા મળી શકે તે બાબતને લઈને અનેક ચહેરા નિસ્તેજ તેમ ચિંતામાં જોવા મળતા હતા…. ફક્ત મુખ્યમંત્રી સિવાય…. રાજકીય પંડિતોની ચર્ચા અનુસાર ચૂંટણી નિર્ધારીત સમયમાં થશે તેમાં શંકાને સ્થાન નથી કારણકે ધોમધખતો તાપ અને રાજ્યમાં અનેક વિસ્તારમાં પાણીની અછતને લઇને પ્રજામાં સરકાર વિરોધી આક્રોશ હોય તેમજ બેહદ મોંઘવારીને લઈને ત્રસ્ત પ્રજાથી ભાજપને નુકસાન થઈ શકે છે, તો શિક્ષણ મંત્રીના નિવેદને વિદ્યાર્થી-વાલીઓમાં પલીતો ચાંપ્યો છે જે મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે…..જ્યારે કે ઊંઝા ધારાસભ્યના અવસાનને કારણે ખાલી પડેલ જગ્યા માટે થઈને કદાચ એકાદ બે મહિના વહેલી ચૂંટણી થઈ શકે…. કારણ નિયમ અનુસાર છ મહિનામાં ખાલી પડેલી બેઠકની ચૂટણી યોજવી પડે પરંતુ એકાદ વર્ષમાં ચૂંટણીઓ યોજાવાની હોય તો ચૂંટણી ન યોજાય તો ચાલે. બીજી તરફ ચૂંટણી સમયે ખાલી પડેલી ઊંઝા બેઠકનો સમય તેર મહિના થઈ જાય છે. છતાંય ચૂંટણી પંચ કહે તે…..!
    ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને પંજાબ આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન ‘આપ’ ને વધુ ફેલાવવા માટે ગુજરાતમાં આવી ગયા તેઓને પ્રજાકીય બેહદ આવકાર મળતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે અને દોડતો થઈ ગયો છે. આને આ કારણે ભાજપે આપ નેતાઓને જ્યા લોક આવકાર મળ્યો એજ વિસ્તાર નિકોલમાં ભાજપના સ્થાપના દિન પ્રસંગને લઈને રેલીનુ આયોજન કર્યું હતું જેમાં 15 હજાર લોકો ઉમટી પડશે તેવો દાવો કરાયો પરંતુ મુખ્યમંત્રી સહિતનાને લોક ભીડ થાય તે માટે ત્રણ-ત્રણ કલાક રાહ જોવી પડી અને માંડ 500 લોકો એકઠા કરતા ભારે પડી ગયુ…. આ શું નિશાની છે…..? જોકે આમ આદમીએ 182 બેઠકો લડવાની વાત કરી છે પરંતુ ગાંધીનગર મનપામાં આપનો ફટકો કોંગ્રેસને પડ્યો તે બાબત આપ નેતાઓએ સમજવાની જરૂર છે નહીં તો લોકો ‘આપ’ને પણ ભાજપની ‘બી’ ટીમ માનતા થઈ જશે…..! પ્રજા હવે રાજકીય પક્ષોથી કંટાળી ગઈ છે…. મોંઘવારી આસમાને પાર પહોંચી ગઈ છે, પેટ્રોલ-ડીઝલની કિંમત વધતી જાય છે, રાંધણ ગેસમાં એક ઝાટકે રૂપિયા 200 વધારો કરી દેવાયો છે એટલે ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ ગયું છે. જ્યારે કે સીએનજી ગેસમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બાકી હતું તો ખાનગી શાળાઓને ફી વધારવા માટે મંજૂરી મળતા વિદ્યાર્થીઓ વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે આ બધું છતાં ભાજપ રામ મંદિર, હિજાબ તથા અન્ય ધાર્મિક બાબતો ઉઠાવી પ્રજાને પોતાની તરફેણમાં ખેંચી લેછે…જે હકીકત સ્વિકારી રહી.કોગ્રેસ પક્ષે રાજ્યભરમાં વિવિધ મથકો પર મોંઘવારી, પેટ્રોલ- ડિઝલની કિંમતો વધવાની વિરુદ્ધમાં સભા, સરઘસ, રેલીઓ યોજીને પ્રજાનો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવા ભરપૂર પ્રયાસો કરી રહી છે ….


    ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાશે?

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *