Thu. Apr 23rd, 2026
    Views 299

    ભારત પ્રોફેશનલ શિક્ષણ આપવામાં પછાત શા કારણે…..?
    (ARlive: હર્ષદ કામદાર)
    કોઈ પણ દેશની પ્રગતિના પાયામાં શિક્ષણ, રાજકારણ, અર્થકારણ અને કળા મુખ્ય આધાર અને મહત્વ રાખે છે. આમાંનો કોઈ પણ પાયો નબળો પડે તો તેની અસર સમગ્ર દેશમા મોટા પ્રમાણમાં પડે છે. દેશ નબળા પડેલા પાયા જેટલોજ નબળો પડે છે. આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીકરણનો પ્રવેશ થતાં જ શિક્ષણ જગતને લૂણો લાગવાની શરૂઆત થઇ. જેના પરિણામ રૂપે વિશ્વની શ્રેષ્ઠ ગણાતી 300 યૂનિવર્સિટીઓમા સ્થાન મેળવી શકી નથી. જ્યારે કે શિક્ષણને પ્રાધાન્ય આપતા ચીનની 24 જેટલી યુનિવર્સિટીઓ શ્રેષ્ઠ 300 યુનિ.મા સ્થાન પામેલી છે. બીજી તરફ ભારતમાં અંગત રીતે અસાધારણ હતા તે તમામ ટેકનોક્રેટ અમેરિકામાં આવેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને અમેરિકામાંજ કેટલીક ટોચની કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા-પગાર મેળવીને પોતાનો દબદબો જાળવ્યો છે. દેશમાં માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની અવદશા થઈ છે ત્યારે પ્રાથમિક શિક્ષણની દશા કેવી હશે…..?તે પેચિદો સવાલ છે.આજે શાળાઓમાં દિલ લઈને અભ્યાસ કરાવનારા શિક્ષકોની કમી સર્જાઈ છે. જેના કારણે શાળાઓ ખાલી હોય છે અને ટ્યુશન ક્લાસો ભરચક રહે છે. આપણે એકવીસમી સદીમાં પ્રવેશ્યા પછી પણ એવું અનુભવાઈ રહ્યું છે કે આપણી પીછેહઠ થઈ છે. શિક્ષિતોનું પ્રમાણ વધી ગયું છે પરંતુ કરોડો શિક્ષિત લોકો બેકાર છે- બેરોજગાર છે. ખાનગી ક્ષેત્રમાં નોકરીઓમાં શોષણ થઈ રહ્યુ છે. બીજી તરફ દેશમાં સારી કંપનીઓ સારા ઉમેદવાર શોધે છે અને પ્રોફેશનલ ઉમેદવારો મેળવવા જે તે સંસ્થાઓનો સહારો લેવો પડે છે. મતલબ આપણી શિક્ષણ પદ્ધતિમિ મોટી ઉણપ છે… લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ પ્રોફેશનલ ગુણવત્તા સભર શિક્ષણ મળતું નથી. માત્ર ડિગ્રી મળે છે જેનું લેવાલ મળતું નથી…..! આપણે તૈયાર કરતા વિદ્યાર્થીઓ નીચલી કક્ષાનું જ્ઞાન ધરાવે છે જેની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આપણું શિક્ષણ સ્પર્ધાત્મક રીતે મજબૂત બને તથા પ્રોફેશનલ સ્કિલ્સ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં અસમર્થ છે….. કે પછી આપણા શિક્ષણમાં આધુનિક જરૂરી અભ્યાસક્રમો- સાધનો સહિતનાની ઊણપ છે. જોકે આજનો શિક્ષિત તમામ બાબતનુ જ્ઞાન ધરાવતો હોય છે પરંતુ તેને કામ સોંપવામાં આવે તો મોટાભાગે નિષ્ફળ રહે છે….. ટૂંકમાં આવા પ્રકારનો મોટા પ્રમાણમાં શિક્ષિત વર્ગ પેદા થયેલો છે…..! જે જોબ માટે અનુકૂળ કે ફીટ નથી હોતો… પરિણામે શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં બેહદ વધારો થયો છે….!
    આપણું શિક્ષણ ક્યા સ્તરે છે તે બાબતમા ખબર પડતી ન હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તુલનાત્મક અભ્યાસ બાબતેના અહેવાલો જાહેર થવાની શરૂઆત થતા આપણી શિક્ષણ વ્યવસ્થા અને તેનું સ્તર કેવું છે તે સ્પષ્ટ થવા લાગ્યું… ત્યારે જાણ થવા લાગી કે વિદ્યાર્થીઓ જે ભણે છે તે જ તેમને આવડતું નથી…..! પરિણામે આવા શિક્ષિતોને નોકરી મળતી નથી તેનુ કારણ છે પ્રોફેશનલ શિક્ષણનો અભાવ પરિણામે બેરોજગારોની સંખ્યામાં વધારો થતો જાય છે. જ્યારે કે સરકાર આ બાબતે ગંભીર ન હોય એવું ચિત્ર ઊભું થઈ ગયું છે…..! ત્યારે સરકાર તથા સરકારોએ શિક્ષણક્ષેત્ર માટે કુલ બજેટના 25% ફાળવવાની જરૂર છે. તે સાથે આધુનિક સમયમાં જરૂરી પ્રોફેશનલ ગુણવત્તાસભર દેશ અને દુનિયાને ઉપયોગી શિક્ષણના અભ્યાસક્રમો દાખલ કરવા સાથે સરકારી શાળાઓને આધુનિકતાના ઓપ આપવા તથા જરૂરી તમામ શિક્ષણ સાધનો અને સગવડો પૂરા પાડવા તેમજ ગરીબ, મજૂર, મધ્યમવર્ગના હોનહાર સંતાનો શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે નહીંવત તેઓના ખીરાને પરવડે તેવી ‘ફી’ નુ ધોરણ રાખવા સાથે કુશળ શિક્ષકોની-અધ્યાપકોની વ્યવસ્થા કરવી જરૂરી છે…. નહીં તો એ ઉક્તિ સાચી પડતી જશે કે ભણો ભારતમા અને ઉચ્ચ અભ્યાસ માટે થોડો વિદેશમા. જ્યા અભ્યાસ પૂરો થયા પછી ત્યાંની જે તે કંપનીમાં ઉચ્ચ હોદ્દા, પગાર બધું જ મળી રહે. ટૂંકમાં ભારતના બુદ્ધિધનનો ઉપયોગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના વિદેશોને મળી રહે. દેશમાં કેટલીક શાળાઓ કાયમ માટે બંધ કરી દેવામા આવી છે તો અનેક શાળાઓને મર્જ કરી દેવામાં આવી છે….. તે સાથે ખાનગી શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને વિદેશી યુનિવર્સિટીને આપણે ત્યાં પ્રવેશ આપીને આપણે પોતે જ આપણા પગ પર કુહાડો મારીને શિક્ષણનો પાયો નબળો કરી રહ્યા છીએ તેવું સ્પષ્ટ થશે. જ્યારે કે એ વાત યાદ રાખવી જરૂરી છે એક સમયે દેશમાં નાલંદા- તક્ષશિલાનું નામ વિશ્વભરમા ગાજતું હતું. દુનિયા ભરમા તમામ ધર્મોમા શિક્ષણ એ મહાન ધર્મ છે અને એટલે જ તેને વિદ્યાદેવુનું મંદિર કહેવાય છે. જો એકબીજા ધર્મના મંદિરોનું મર્જર નથી થતું તો પછી વિદ્યાધામ કહેવાતી વિદ્યાદેવીના મંદિરો- શાળાઓનું મર્જર શા માટે…..? વંદે માતરમ્

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *