રૂ.118 કરોડના બોગસ બિલિંગનો સૂત્રધાર ભાવનગરના એચ.કે. મેટલ્સ અને બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીનો માલિક મોહમંદહસન અસલમ કલીવાલા વિદેશ ભાગતાં પહેલાં જ મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો છે.
સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગે જુલાઈમાં એચ.કે. મેટલ્સ અને બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપની પર દરોડા પાડ્યા હતા.જેના કૌભાંડમાં હસનનાં માતાપિતાની ધરપકડ કરાઈ છે, તે ૯ મહિનાથી ફરાર હતો. જોકે 17 એપ્રિલે સાઉદી નાસી જવાની તૈયારીમાં હતો તે જ સમયે ઝડપાયો હતો. હાલ તેને 21 એપ્રિલ સુધીના માટે રિમાન્ડ આપેલ છે.બોગસ બિલિંગમાં અત્યાર સુધીમાં 13ની ધરપકડ થઈ છે
