મેઘ બન્યો મારકણો
આર્દ્ર ઉદાસીના એકાકી આવરણોમાં,
વાદળીયા ગાલિચામાં ઘેરાઈ કુંપણો
રતુંબડા રતનના રતલભાર બિંદુઓમાં,
ઉરડાના ઉઝરડે..
ધુમ્મસના સંક્રમણો
અતીતના પુર ધસ્યા
અક્ષત મનની સરહદોમાં
યાદોની કરવત લઈ
મેઘ બન્યો મારકણો…
- યુક્તિ
મેઘ બન્યો મારકણો
આર્દ્ર ઉદાસીના એકાકી આવરણોમાં,
વાદળીયા ગાલિચામાં ઘેરાઈ કુંપણો
રતુંબડા રતનના રતલભાર બિંદુઓમાં,
ઉરડાના ઉઝરડે..
ધુમ્મસના સંક્રમણો
અતીતના પુર ધસ્યા
અક્ષત મનની સરહદોમાં
યાદોની કરવત લઈ
મેઘ બન્યો મારકણો…