અત્યારે વિવિધ રાજકીય પક્ષોમાં તેમજ જાગૃત મતદારોમાં ચર્ચાઈ રહેલો મોટો સવાલ એ છે કે ખોડલધામના ટ્રસ્ટી અને મજબૂત પાટીદાર આગેવાન શ્રી નરેશભાઇ પટેલ કયા પક્ષમાં જોડાશે?
ઉલ્લેખનીય છે કે તેઓ અત્યાર સુધી પક્ષીય રાજકારણથી પર રહીને જુદા જુદા સમયે પાટીદારોના કાર્યક્રમો યોજી શક્તિ પ્રદર્શન કરતા રહ્યાં છે.
ગુજરાતમાં પાટીદાર સમાજ કેટલો પ્રભાવશાળી છે એ વિશે લખવાની જરૂર નથી. પાટીદારોની મુખ્ય બે પેટા જ્ઞાતિઓ છે કડવા અને લેઉવા, જેમાં લેઉવા પાટીદારો વધારે શિક્ષિત અને સંપન્ન ગણાય છે.
નરેશભાઈ લેઉવા પાટીદાર જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે તેવી વાત ચાલતી હતી અને તેમની ગતિવિધિઓ પણ તે પ્રકારે જણાઈ આવી હતી.
કોઈક વખત ભાજપમાં તો કોઈ વખત કોંગ્રેસમાં તો હવે કોઈ વખત આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાશે એ પ્રકારની અટકળો વહેતી થયેલી.
ભારતીય જનતા પક્ષના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલે કહેલું કે નરેશભાઈ મારા બહુ સારા મિત્ર છે. અલબત્ત કોંગ્રેસના સૌરાષ્ટ્રના કેટલાક અગ્રણી ધારાસભ્યોએ તો જયેશભાઈ કોંગ્રેસ પક્ષમાં જોડાય તો પોતાની વિધાનસભાની સીટ ખાલી કરીને એમને બેઠક
ફાળવવા માટેની પણ તૈયારી જાહેરમાં બતાવેલી. ત્યારબાદ એવી વાત આવી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કોંગ્રેસમાં જતા અટકાવવા ઓપરેશન સોંપ્યું અને રાજકોટના નેતા હોવાના કારણે તેમણે આ કામગીરી સફળતાપૂર્વક
નિભાવી. જો નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા તો તે ઘટના આમ આદમી પાર્ટી ગુજરાત માટે બહુ મોટી રણનીતિક વિજય હશે અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ થઈ શકે અને પરીવર્તનની લહેર લાવી શકે.
અલબત્ત કોંગ્રેસમાં પણ આવું થઈ શકે પરંતુ કોંગ્રેસમાં પક્ષાપક્ષી વધારે હોવાથી કશું ચોક્કસ કહી શકાય તેમ નથી.
એક થિયરી એવી પણ હતી કે નરેશભાઈ ભાજપમાં જોડાય અને ચૂંટણી ન લડે પણ એમના પુત્રને ટિકિટ આપવામાં આવે અને જીતે એટલે તેને હવે પછીની ગુજરાત રાજ્યની ભારતીય જનતા પક્ષની સરકારમાં કેબિનેટ મંત્રીનો હોદ્દો ફાળવવામાં આવે.
અલબત્ત આ બાબતે હવે શું થશે તો આગામી દિવસો જ કહેશે આપનું શું માનવું છે અમને જરૂર લખી જણાવશો.
