Thu. Apr 23rd, 2026
    Views 364

    મંગળવારે મૈનપુરી ઉત્તરપ્રદેશમાં મંગળવારે એક યુવતી પોતાના જીન્સમાં તમંચો લઈને ફરતી પકડાઈ હતી. પોલીસે જણાવ્યું કે તે એક ટીચર છે. જો કે તે કઈ સ્કૂલમાં ટીચર છે તેનો જવાબ પોલીસની પાસે નથી. પોલીસે તેને પકડ્યા બાદ છોડી દીધી હતી.

    તપાસ કર્યા બાદ થયો મોટો ખુલાસો,સગીરા કોઈ ટીચર નથી ના તો એમને કોઈ તમંચો રાખવાનો શોખ છે તે તેના રક્ષણ માટે તમાચો રાખે છે.તેનું નામ કરિશ્માં છે કરિશ્માના માતા પિતાનું નિધન થઇ ગયું છે અને હવે તે તેની બેહેન સાથે રહે છે.

    કરિશ્મા પાસે એક કરોડ થી પણ વધુની સંપંત્તિ,તેના અનેક સાગા સબંધી ની નજર હવે તેની પ્રોપર્ટી પર છે.તેને દર છે કે તેના પર હુમલો થઇ શકે છે.

    માતાએ પિતા ને ગોળી મારી કરી હતી આત્મહત્યા

    કરિશ્માના ફૂવાએ જણાવ્યું કે તેના પિતા પૂરન સિંહ પ્રોપર્ટી ડીલર હતા. જ્યારે માતા સુષમા ગૃહિણી. પરિવાર અને સંબંધીઓમાં પ્રોપર્ટીનો વિવાદ એટલો વધી ગયો હતો કે કરિશ્માના માતા-પિતા સતત તણાવમાં રહેતા હતા. તેમને ડર હતો કે તેમની હત્યા થઈ શકે છે.

    આ તણાવમાં એક વર્ષ પેહલા સુષમાએ પોતાના પતિ પૂરનને ગોળી મારી દીધી હતી, બાદમાં ઘરના ત્રીજા માળે જઈને પોતાને પણ ગોળી મારી દીધી હતી. બંનેના મોત થઈ ગયા હતા. સુષમાએ જ્યારે પતિને ગોળી મારી ત્યારે પુત્રી કરિશ્મા ત્યાં જ હતી. યોગેશ જણાવે છે કે પ્રોપર્ટીને લઈને જ હત્યા અને આત્મહત્યાની ઘટના ઘટી હતી. ત્યારે કરિશ્મા સગીર હતી.

    માતા-પિતાનું નિધન થયા બાદ મામા-કાકાની ખેતી અને બીજી અનેક પ્રોપર્ટી પર નજર છે પૂરણસિંહ બે નાના ભાઈ છે જે ફેરોઝાબાદ માં રહે છે.પિતાના મોત પછી કરિશ્મા અને તેની નાની બેહેન તનુના જીવને ખતરો છે. જે બાદ આ બંનેને ફિરોઝાબાદથી અન્યત્ર લઈ જવામાં આવી.કરિશ્મા માત્ર હાઈસ્કૂલ સુધી જ ભણી છે. માતા-પિતા ગુમાવ્યા બાદ ઘરની જવાબદારીના કારણે તે આગળ અભ્યાસ કરી શકી ન હતી.

    મામાએ ખેતરનો બધો જ પાકી વેંચી નાખ્યો

    કરિશ્મા મંગળવારે ખેતર જોવા જઈ રહી હતી. ત્યારે જ તેને પોલીસે પકડી હતી. તેના મામાએ ખેતરનો બધો જ પાકી વેંચી નાખ્યો હતો. ત્યારે તે તેનો જ હિસાબ લેવા જઈ રહી હતી. તેના મામાની નજર તેના ખેતર પર છે, તેના કારણે તે ઘણી જ ચિંતિત છે. તે લોકો તેના લગ્ન પણ પરાણે કરાવવા માગે છે. જેને લઈને અનેક વખત વિવાદ પણ થયો છે. આ લોકોથી બચવા માટે તે પોતાની પાસે તમંચો રાખે છે.

    જો કે તમાચો રાખવો એ યોગ્ય નથી.

    કરિશ્માંને તમાચો કોને આપ્યો હશે ક્યાંથી તેને ખરીદવામાં આવ્યો હશે?

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    100 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *