સિવિલ હોસ્પિટલમાં રોજની 27 સર્જરી, ઓપીડીમાં લાઈનો, દર્દીઓને હાલાકી
જુનિયર ડૉક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સવારે 9થી સાંજે 5 સુધીમાં ફકત 27 ઇમરજન્સી ઓપરેશન કરી શકાયા હતા. ઓપીડીમાં 2834 દર્દીની સારવાર થઈ હતી. જયારે રોજ સરેરાશ 125 ઓપરેશન થતાં હોય છે. હડતાળના ત્રીજા દિવસે ડૉક્ટરોએ આરોગ્ય વિભાગના અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો.
સિવિલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેનેજમેન્ટે 30 મેડિકલ ઓફિસરોને ફરજ પર મુક્યા છે, અેમાંથી 20 જેટલા ડોક્ટરો હાજર થઈ ગયા છે અને બાકીના એકાદ દિવસમાં હાજર થઈ જાય તેવી શક્યતા છે. સરકાર તરફથી હડતાલ પર બેઠેલા ડોક્ટરોને વાટાઘાટો માટે હજુ સુધી બોલાવાયા નથી. હોસ્પિટલના અધિકારી તેમની સાથે ચર્ચા કરી હતી પરંતુ શું ચર્ચા થઈ તે અંગે કંઈ જાણી શકાયું નથી.
