Tue. Oct 22nd, 2024

    ગરીબ મહિલાઓની મદદ થાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના શરૂ કરાઇ હતી. અેનો ઉદ્દેશ મહિલાઓને ચૂલા – લાકડાનાં ધુમાડાથી છુટકારો અપાવવાનો હતો. તેનો મોટા પાયે પ્રચાર – પ્રસાર કરાયો. ગુજરાતમાં યોજના અંતર્ગત 35,38,543 ગેસ જોડાણ અપાયા. જેમ જેમ ગેસના ભાવ વધતા ગયા તેમ તેમ ગ્રામીણ – ગરીબ મહિલાઓ ગેસથી દૂર થતી ગઇ.

    જ્યાંરથી આ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો અે દાહોદ જિલ્લામાં જ 75 ટકા લાભાર્થીએ છેલ્લા ઘણા મહિનાથી સિલિન્ડર રિફીલ કરાવવાનું બંધ કરી સિલિન્ડર ઠેકાણે મૂકી દીધા. ચૂલા પર રાંધવાની પરંપરાગત પદ્ધતિ પુન: અપનાવી છે. આખી યોજનામાં સૌથી દુ:ખની વાત એ છે કે લાભાર્થીઓએ જ્યારે આ યોજનાનો લાભ લીધો ત્યારે તેમના અંત્યોદય/બીપીએલ કાર્ડમાં ગેસ જોડાણનો સિક્કો વાગી જતાં અેમને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળતું કેરોસીન બંધ થઇ ગયું


    ગુજરાતના 65 ગામોમાં 6 મહિનાથી 4.65 લાખ ગેસના બાટલા ભરાયા નથી

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *