કઠોળમાં પ્રતિ કિલોએ રૂ.15થી 20નો વધારો થઈ ગયો. કાલુપુર ચોખા બજારમાં હોલસેલ દાળોના પ્રતિ કિલો ભાવમાં ઉછાળો આવ્યો છે. મગ પ્રતિ કિલો રૂ.90 છે જે અગાઉ રૂ.77 હતા. હોલસેલમાં ચોળા પણ કિલોએ રૂ.80 થઈ ગયા છે. છૂટક બજારમાં તેનો ભાવ કિલોએ રૂ.110 સુધી પહોંચી ગયો છે. મસૂરની દાળ અગાઉ 80 કિલો મળતી હતી જે વધીને છૂટકમાં 115 સુધી પહોંચી ગઈ.
કાળા અડદના જથ્થાબંધ ભાવમાં રૂ.4નો વધારો થયો છે. પહેલાં 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.કઠોળના ભાવ વધતાં દાળના ભાવમાં વધારો થયો છે. તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા તથા અડદની દાળમાં 6 રૂપિયા વધ્યા છે.
