જીટીયુના પ્લેસમેન્ટ સેલે 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યૂથ ડેવલોપમેન્ટ ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુના ચાંદખેડા કેમ્પસમા ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અેમાં જીટીયુ સાથે સંકળાયેલી તમામ ફાર્મસી કોલેજના વર્ષ 2022ના વર્ષમાં પાસ થયેલા ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ., ફાર્મા.ડી, પી.એચડી.ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
જીટીયુના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું કહયુ કે, ‘જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ હમેંશા કાર્યશીલ રહે છે. આ પ્લેસમેન્ટ ફેરથી 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.’ આ ફેરમાં 1500થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પડાશે.
