આરોગ્ય વિભાગના નિર્ણય મુજબ પાત્રતા ધરાવતા તજ્જ્ઞ સેવા વર્ગ-1માં 8 વર્ષની નિયમિત સેવા પૂર્ણ કર્યા પછી જો અન્ય શરતો પણ સંતોષતા હોય તો છઠ્ઠા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 15,600-39,100 (ગ્રેડ પે 6600 રૂપિયા) માંથી 37,400-67,000 (ગ્રેડ પે 8700)તથા સાતમા પગારપંચ મુજબ 67,700-2,08,700માંથી 1,23,100-2,15,900ના પગાર ધોરણનો લાભ આપવાનું ઠરાવાયું. જે તબીબોએ કોર્ટ કેસ પાછા ખેંચવા માટે એફિડેવિટ કરેલી છે તેમને જ આ લાભ આપવામાં આવશે.
ઉચ્ચતર પગાર ધોરણ માટે ઘણા સમયથી માંગણી કરી રહેલા સરકારી ડોક્ટરોને કોર્ટ કેસો પાછા ખેંચવાની શરતે સરકારે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનું નક્કી કર્યું. રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે ઠરાવ પણ જાહેર કર્યો છે.
