શૈક્ષણિક વર્ષ 2021-2022માં પાછલા 13 વર્ષોમાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં શૈક્ષણિક વર્ષ 2020-2021ની તુલનામાં 85,064નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા એસએસસી બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયને સ્ટાન્ડર્ડ મેથ્સ તેમજ બેઝિક મેથ્સ એમ બે વિષયોમાં વિભાજીત કરવામાં આવતા 2,51,164 વિદ્યાર્થીઓને સીધો લાભ મળ્યો
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10નુ જાહેર પરિણામ. જેમાં એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 12,090 જે છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ નોંધાઈ છે. એક તેમજ બે વિષયમાં નાપાસ થનારાઓની સંખ્યા 8 વર્ષમાં સૌથી વધારે છે.
