Wed. Apr 22nd, 2026
    Views 273

    સોમવારના રોજ દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક તથા 2 ઇન્ટરનેશનલ મળીને કુલ 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. દિલ્હીથી કેનેડા જતી એર કેનેડાની ફ્લાઈટે હવામાં બેલેન્સ ગુમાવતાં ૪ પેસેન્જરને નાની-મોટી ઈજા થઇ હોવાથી તેઅોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વહેલી સવારે વાતાવરણ સુધરતા ડોમેસ્ટિક ફલાઇટને 3 કલાક બાદ પાછી મોકલી દેવાઇ હતી. ઇન્ટરનેશનલ ફલાઇટના પેસેન્જરોને હોટલમાં ઉતારો અપાયો છે.

    દિલ્હી તથા જયપુરમાં ભારે વરસાદ- વાવાઝોડાથી ખરાબ વાતાવરણ સર્જાતાં દિલ્હી અને જયપુર જતી 5 ડોમેસ્ટિક તથા 2 ઇન્ટરનેશનલ ફલાઇટને સોમવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ હતી. અેમાં કેનેડાથી દિલ્હી જતી એર કેનેડાની ફલાઇટે થોડા સમય માટે હવામાં બેલેન્સ ગુમાવ્યું હતું તથા ફલાઇટ ઊંચી નીચી થતાં પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *