કોરોના દરમિયાન બાળકો ઘરેથી ઇ લર્નિંગ કરી શકે તેના માટે રાજ્ય સરકારે જી-શાળા નામની એપ લોન્ચ કરી હતી. હમણાં સરકારે આ એપના વપરાશ માટે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું. પરંતુ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને આ એપ ફ્રી અપાશે. સરકારના આવા ભેદભાવ સામે ઘણો રોષ જોવા મળ્યો છે. હાલમાં 30 લાખ કરતા વધારે યુઝર્સ આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરી ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું.
સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત એજ્યુકેશન ટેક્નોલોજી નામની કંપની દ્વારા બનાવેલી જી-શાળા નામની એપથી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઇ-લર્નિંગ આપયું હતું. કોરોના દરમિયાન ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે તેના માટે આ એપના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવાનું નક્કી કરાયું છે. ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ એપનો ઉપયોગ કરવો હોય તો તેમણે રૂ. 500થી 2000 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.
