ભાટ ગામ સ્થિત એપોલો હોસ્પિટલમાં ખોટી દવા અપાઈ હોવાનો મામલો સામે આવ્યો. 32 વર્ષીય મહિલા દર્દીને પેટમાં તકલીફ હોવાથી 13 મેએ ડૉક્ટરને બતાવવા ગયાં જયાં તેમને એક દિવસ દાખલ કરી અલગ અલગ રિપોર્ટ કરાવાયા હતા. જોકે આ દર્દીનાં સગાંએ આક્ષેપ કર્યો હતો કે, ડિસ્ચાર્જ સમરીમાં હોસ્પિટલે ખોટું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું.
દર્દીનાં પતિ દિનેશભાઈએ જણાવ્યું કે, તેમણે પ્રિસ્ક્રિપ્શન વાંચતાં તેમાં બિજા કોઈ દર્દીનું નામ લખેલું હતું. આ બાબતે તેમણે ડૉક્ટરને જાણ કરી હતી. તયારબાદ પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે, સ્ટાફની ભૂલને કારણે પ્રિસ્ક્રિપ્શન બદલાયું હતું. તેથી તેમની પત્નીએ દવાના બે હાઈ ડોઝ લઈ પણ લીધા હતા. આ બાબતે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. હોસ્પિટલના ડૉક્ટર શ્રવણ બોરાએ સ્ટાફની ભૂલ સ્વીકારી છે. સરતચૂકથી પ્રિસ્ક્રિપ્શન બદલાયું હતું.
