અમદાવાદના SG હાઈવે પર વહેલી સવારે અકસ્માત થતાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. એસજી હાઈવે પર ડમ્પર તથા એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત થયુ. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.આ બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના એસ.જી હાઇવેના ઝાયડસ બ્રિજ ઉપર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું તે સ્થળે જ મોત નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થિની નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા યુનિવર્સિટીના સ્ટાફને પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી.
