નવસારીમાં પોસ્ટ મારફતે અમેરિકા મોકલાઈ રહેલું રુ ૨.૫ કરોડની કિંમતનું કેટામાઇન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ રાજસ્થાનના પુષ્કરના એક શખ્સ દ્વારા મોકલાયું હોવાનું જણાયુ છે.
ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે, બાતમીને આધારે કોસ્મેટિક્સ, મરીમસાલા કપડાં વગેરેની આડમાં પુષ્કરથી વાયા નવસારી પોસ્ટ ઓફિસ મારફતે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનો જથ્થો અમેરિકા મોકલાઈ રહ્યો હતો. જે માહિતી ને પગલે પોસ્ટના કસ્ટમ વિભાગની સાથે રહીને ક્રાઈમ બ્રાંચે આ પાર્સલ અટકાવી દીધું હતું.
