વિધાનસભાની માહિતી અનુસાર રાજ્યનું કુલ જાહેર દેવુંં 3,00,963 કરોડ રૂપિયા છે. કુલ દેવાની રકમ રાજ્યની 6.55 કરોડની વસ્તીને સરખેભાગે વહેંચવામાં આવે તો દરેક નાગરિકના માથે સરેરાશ 45,948 રૂપિયા દેવુંં છે.
ગુજરાત રાજ્ય સરકારે બુધવારે કહયું કે રાજ્યનું કુલ જાહેર દેવુંં 3 લાખ કરોડ રૂપિયા છે. ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના જાહેર દેવાનું કદ જીડીપીના 16% છે. જેની સરખામણીમાં અન્ય મોટા રાજ્યોનું જાહેર દેવુંં જીડીપીના 22થી 24 ટકા જેટલું છે.
