અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) ના મકાનમાં રહેનારા મકાનમાલિકો ને પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકાશે. દસ્તાવેજને કારણે મકાન માલિક સરળતાથી મકાન વેચી પણ શકશે. ઔડા દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં ઔડાના મકાન લીધાના પઝેશનથી સાત- પાંચ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તેઓ દસ્તાવેજ કરી કરાવી શકશે. જેના માટે ઔડા ટ્રાન્સફર ફી પેટે EWS(ઈકોનોમિકલી વીકર સેક્શન)ની રૂ. 2500, LIG(લો ઇનકમ ગ્રૂપ) રૂ.10,000, MIG(મિડલ ઇન્કમ ગ્રૂપ) 20,000 અને HIG(હાઇ ઇન્કમ ગ્રૂપ) 30,000 માટે વસૂલ કરશે.
ઔડાના જણાવ્યા મુજબ ઔડા મારફતે EWS, LIG, MIG તથા HIG યોજના હેઠળ અલગ અલગ કેટેગરીમાં મકાન બનાવવામાં આવ્યા છે. અેમાં ભૂતકાળમાં અને હાલમાં ઔડા હેઠળ આવતાં ઘાટલોડિયા, ચાંદખેડા, અમીયાપુર, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, થલતેજ, બોપલ કોટેશ્વર, કઠવાડા, વાસણા સહિતના વિસ્તારોમાં કુલ 43 જેટલી યોજનાઓ આવેલી છે.
