Wed. Apr 22nd, 2026
    Views 244

    શાહીન બાગમાં અતિક્રમણ વિરૂદ્ધ કરાયેલી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હવે સુપ્રીમ કોર્ટ બપોરે 2 વાગ્યે તેની સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે જ્યારે અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહીનો મામલો કોર્ટમાં છે તો પછી બુલડોઝર કેમ પહોંચ્યું?

    સાઉથ એમસીડીની ટીમ સોમવારે સવારે પોલીસ ફોર્સ સાથે અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવા શાહીન બાગ પહોંચી હતી. અહીં MCDની ટીમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.લોકોના વિરોધને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની એક કંપની વધારાની દિલ્હી પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થા માટે કામે લાગી હતી. લગભગ 100 CRPF જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

    બીજી તરફ અતિક્રમણ હટાવવા માટે મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર ઉપરાંત કાટમાળ ઉપાડવા કેટલાક વાહનો સાથે અહીં પહોંચી હતી. આ સિવાય MCD કર્મચારીઓના હાથમાં લાલ રિબન બાંધવામાં આવી હતી, જેથી તેમની ઓળખ થઈ શકે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *