દિલ્હીમાં 12 વર્ષ માં પેહલી વાર આટલી ગરમીનો એનું ભાવ કરવામાં આવ્યો.
હવામાન વિભાગ દ્વારા આવતા પાંચ દિવસ સુધી ભારે લૂ ફુંકાશે તેવી આગાહી આપવામાં આવી છે દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ અત્યંત ગરમી ફૂંકાશે સામાન્ય રીતે ઠંડા રહેતા પૂર્વ ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ આગામી ત્રણ દિવસ ભારે ગરમી પડશે.
હીટ વેવ ના કારણો:
આર્કટીક માં બરફ પીગળવાની સાથે સાગરમાં પશ્ચિમી હિસ્સો ઠંડો પડી રહ્યો છે તેનું કારણ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન અને ક્લાયમેટ ચેન્જ છે.
પૂર્વ એશિયામાં માર્ચની શરૂઆત થી મજબૂત જેટ સ્ટીમ છે તેના કારણે માર્ચ એપ્રિલ અત્યાર સુધીની સૌથી વધુ ગરમી પડે છે જમીન અને સમુદ્રનું તાપમાન વધવાથી દુનિયાભરમાં વાવાઝોડા ભારે વરસાદ અને દુષ્કાળનો પ્રકોપ વધશે જમીનનો ભેજ સુકાશે અને ઉપજાઉ ક્ષમતા ધૂળ બનીને દુષ્કાળ વખતે હવા સાથે ઉડી જશે અથવા તો વરસાદના પાણીમાં વહી જશે તેની સીધી અસર ખાધ સુરક્ષા પર પડશે.
