શિક્ષણ વિભાગે અમદાવાદની 100 સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં પ્લેસમેન્ટમાં 50થી વધુ ક્ષેત્રની 268 કંપનીઓએ ભાગ લીધો હતો. પ્લેસમેન્ટમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, ઈજનેરી, ફાર્મસી સહિતની વિદ્યાશાખાના ફાઈનલ યરના 3251 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 2 થી છ લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાયું.
20 વર્ષના વિદ્યાર્થીઓ તેમની ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરતા જ સારા પગાર સાથેની જોબ ઓફર મેળવી શક્યા છે. યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન અમદાવાદ તથા ગાંધીનગરની નિયત કરવામાં આવેલ પાંચ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટ ફેરનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, ઈજનેરી, ફાર્મસી સહિતની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.
