Fri. May 1st, 2026
    Views 383

    અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી જોશમાં ચાલે છે. પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલે છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. આ ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે.

    મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી શરૂ થઈ કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે

    Happy
    Happy
    40 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    60 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *