Mon. Feb 17th, 2025
    પારસમણિ “રંગબેરંગી રંગોળી” સ્પર્ધાનોઈનામ વિતરણ સમારોહ આયોજિત થયો

    પારસમણિ “રંગબેરંગી રંગોળી” સ્પર્ધાનો
    ઈનામ વિતરણ સમારોહ આયોજિત થયો

    પારસમણિ ફાઉન્ડેશન દ્વારા પારસમણિ રંગબેરંગી રંગોળી સ્પર્ધા – ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન રંગોળી એ ઘર આંગણાની શોભા છે. પારસમણિ રંગોળી સ્પર્ધા છેલ્લા ચાર વર્ષથી આયોજિત કરવામાં આવે છે. આ રંગોળી સ્પર્ધામાં આ વખતે ગાંધીનગર અને ગુજરાતના વિવિધ શહેર અને છેક અમેરિકાથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધામાં ૬૨ જણાએ ભાગ લીધો હતો.
    દેવ દિવાળીના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલ હોલ ખાતે જાહેર કાર્યક્રમમાં પારસમણિ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને અનન્યાએ પ્રસ્તુત કરેલી પ્રાર્થનાથી થઈ હતી. પારસમણિ રંગોળી સ્પર્ધા પ્રથમ વિભાગના વિજેતાઓમાં પ્રથમ નિયાશી પરમાર દ્વિતીય શૌર્ય કડિયા અને તૃતીય દિયા પરમાર બીજા વિભાગમાં પ્રથમ ધારા પારેખ, દ્વિતીય મિલ્સી કાપડિયા અને તૃતીય સ્તુતિ ઓઝા, તૃતીય વિભાગમાં પ્રથમ ઝુકી પટેલ, દ્વિતિય લિપિ ઓઝા અને રૂચી લતાડ તૃતીય મહેક દેસાઈ ઝાલા અને પ્રિયંકા ગુપ્તા જ્યારે ચોથા વિભાગમાં પ્રથમ હર્ષા પ્રજાપતિ, દ્વિતીય પારૂલ મહેતા અને તૃતીય પારૂલ પટેલને ઈનામ પ્રાપ્ત થયું હતું. જ્યારે સ્પેશિયલ પ્રાઇઝ શ્રીજા પટેલ અને દેવિના પટેલને આપવામાં આવ્યું હતું.
    પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતે આ રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. વિજેતાને પૂર્વ મેયર શ્રીમતી રીટાબહેન પટેલ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ. નીતાબહેન શેખાત, જાણીતા ધારાશાસ્ત્રી ડૉ. અશ્વિન ત્રિવેદી, પારસમણિ ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ રિદ્ધિ થોરાત અને જાણીતા ડેન્ટિસ્ટ ડૉ. પૌલમી પરમારના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું ઉત્તમ સંચાલન સંજય થોરાતે કર્યું હતું. વિજેતા સભ્યોએ એમની રંગોળીની વાતો કરી હતી. વિશેષ આમંત્રિત સેક્શન ઓફિસર કુણાલ ગઢવીએ રંગોળીના રંગોની વાત કરી હતી.
    આ સ્પર્ધામાં વૈવિધ્યસભર રંગોળીઓ જોવા મળી હતી. પારસમણિ રંગોળી સ્પર્ધામાં ૪ વર્ષની છોકરીથી લઈને ૬૫ વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. શ્રીજી ગોલ્ડ અને સિલ્વર, પ્રિમિયમ રેસ્ટોરન્ટ રસ્ટીક રેઝ, રિદ્ધિ કેક બાલ્કની, વત્સલ વોરા, અશ્વિન ત્રિવેદી દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતા. આ રંગોળીનું પ્રદર્શન કો-ઓર્ડીનેટર રિદ્ધિ થોરાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રૂપિન શાહ, કુંતલભાઈ નિમાવત અને ડો. પૌલમી પરમારે મહેનત કરી હતી.


    પારસમણિ “રંગબેરંગી રંગોળી” સ્પર્ધાનો<br>ઈનામ વિતરણ સમારોહ આયોજિત થયો

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *