Tue. Oct 22nd, 2024

    13 જૂનથી ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થઈ રહી છે. હવે વાલીઓ બાળકોના નવા સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. બાળકોના સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગ અને સ્ટેશનરીનો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે, અત્યારે સ્કૂલ ફી સિવાયના આ અન્ય ખર્ચમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે. અેના કારણે બજારમાં પણ સન્નાટો છવાયો છે.

    2 વર્ષ બાદ બાળકો સ્કૂલે જશે, અેથી અન્ય ખર્ચ પણ વાલીઓએ કરવા પડશે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે, જેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી છે તેની વાલીઓના બજેટ પર પણ અસર પડી છે. તમામ રો મટિરિયલ તથા અન્ય મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે. 2 વર્ષ દરમિયાન સ્ટેશનરી, સ્કૂલ બેગ તથા યુનિફોર્મના વેપારમાં મંદીનો માહોલ હતો. હવે સ્કૂલો શરૂ થવાની છે ત્યારે વેપારીઓએ તૈયારી શરૂ કરી છે.


    શાળા યુનિફોર્મ, સ્ટેશનરી, બેગ-શૂઝના ભાવમાં 25થી 35%નો વધારો

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *