10મી જૂને PM ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પછી તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેના 850 કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
પાણી લિફ્ટ કરીને આદિવાસી ડુંગરાળ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનો આ અગત્યનો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદી પછી જાહેર સભાને સંબોધન પણ કરશે.