પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારના સભ્યોએ સવાલ કર્યો કે પક્ષ બદલતાની સાથે હાર્દિક સામેના કેસ તો પાછા ખેંચાઈ જશે પણ અમારા બાળકો કોણ પાછા આપશે ? . ઉતર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓની સાથે સાથે ભાજપના એક જૂથે પણ હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે હાર્દિકને RSS નું મહોરું ગણાવ્યો હતો. મહેસાણામાં પાટીદાર નેતાઓ તથા યુવકોએ કહ્યું કે, આંદોલન માત્ર કહેવા પૂરતું જ હતું. હાર્દિક પટેલે પોતાના અંગત સ્વાર્થ માટે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો છે. કોઇ દિવસ ભાજપમાં નહીં જવાનું કહેનારા હાર્દિક પટેલે રાતોરાત પક્ષ બદલતા હવે તેના પર વિશ્વાસ નહીં મુકવાની ટકોર થઈ.14 પાટીદાર યુવકની હત્યા માટે જવાબદાર ભાજપમાં હાર્દિક પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર જ જોડાયો છે. સમાજ તેનો આ ગુનો ક્યારેય માફ કરશે નહીં
