આઇટી વિભાગ દ્વારા એશિયન ગ્રેનિટો પર કરાયેલ દરોડામાં બુધવારે દસ્તાવેજોની ચકાસણી ચાલુ રહી હતી. આવનારા દિવસોમાં શેરબજારમાં એશિયા ગ્રેનીટોના ભાવમાં ઉથલપાથલ કરનાર તરફ પણ તપાસનો કરવામાં આવશે.અત્યાર સુધી મળેલા દસ્તાવેજોમાં 100 કરોડથી વધારેની કરચોરી હોવાની બાબત પણ તપાસમાં છે.
એશિયન ગ્રેનીટો ના દરોડાની તપાસમાં સ્થળ પર પુર્ણ થયા બાદ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી. જે દસ્તાવેજોમાં શેર બજારમાં રિંગ કરીને ભાવોને ઉપર નીચે કરનાર સામે તપાસનો દૌર આગળ ધપાવવામાં આવ્યો છે. જમીનના દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે,આજ સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 20 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત 36 જેટલા લોકરો સીલ કરવામાં આવ્યા છે.