આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. જયારે કેજરીવાલ જનસંપર્ક યાત્રાનું સમાપન કરાવશે.
આમ આદમી પાર્ટી મારફતે સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. અેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેજરીવાલ આગામી 6 જૂનના રોજ ગુજરાત આવશે. ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.6 જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. સીએમ કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશ. તેઓ અમદાવાદ કે મહેસાણામાં એક રેલી કરશે. આ સાથે જ પાર્ટીએ નક્કી કર્યું છે કે તેઓ વિધાનસભા ચૂંટણી ઉમેદવારો ભાજપ, કોંગ્રેસથી પહેલાં જાહેર કરશે.