Wed. Apr 22nd, 2026
    Views 269

    અમદાવાદની AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ના છેલ્લા એપ્રિલ-22 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી હતી. જયારે ડિસેમ્બર-21 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.04 લાખ લોકોએ મુસાફરી કરી હતી. એપ્રિલથી પેટ્રોલના ભાવ ફરી વધુ ઊંચકાયા હતા, જેને કારણે લાલ બસ એટલે કે AMTS બસોમાં મુસાફરોની સંખ્યા વધી.

    મોંઘવારી છેલ્લા ૭ વર્ષની ટોચ પર છે. પેટ્રોલ-ડીઝલમાં દિવસે ને દિવસે વધતા ભાવોએ મધ્યમવર્ગની કમર તોડી છે. અનેક પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. જયારે અમુક વસ્તુઓમાં ફરજિયાત કાપ મૂકવો પડી રહ્યો છે. 105 રૂપિયા લિટર પેટ્રોલ ન પરવડતાં અનેક લોકોએ બાઈક – કાર ચલાવવાનું છોડી ધંધા કે નોકરી પર જવા માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારી બસો પકડી રહ્યા છે. અમદાવાદની બસોમાં ભીડ થાય છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    100 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *