ગુજરાત રાજ્યમાં કોચિંગ ક્લાસીસ ચલાવનારા એકમો પર 10 મેએ એસજીએસટીએ દરોડા પાડ્યા. દરોડા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા ક્લાસીસ તથા ધોરણ 10 અને 12 બોર્ડનું કોચિંગ કરાવતા ક્લાસીસ પર પડાયા હતા.
એસજીએસટીની ટીમ મારફતે રાજ્યના 13 એકમોના 48 ક્લાસીસના સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી, તેમની પાસેથી રૂ. 42 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા, અેમાં રૂ. 6 કરોડનો વેરો ભરવાપાત્ર થાય છે, જેની સામે 1.85 કરોડના ટેકસની વસૂલાત એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ છે.
