પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં યોગ્ય રીતે મેરિટમાં ઉમેદવારોને સમાવ્યા નથી તેવી 120 ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી છે. મેરિટમાં એસ.ટી, એસ.સી, ઓબીસી ૩ કેટેગરીને આવરી લઇને 3 ગણા ઉમેદવારોની યાદી બહાર પાડવા દાદ માગવામાં આવી છે.
માર્ચ મહિનામાં PSIની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષા યોજાઇ હતી. અેનું પરિણામ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં આવ્યુ. પરિણામમાં તમામ કેટેગરીને મળીને 3 ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવ્યા, પરતું કુલ જગ્યાની સામે 4311 ઉમેદવારોને જ મેઇન પરીક્ષા માટે લાયક ઠેરવ્યા હતા. પીએસઆઇની પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ હતુ તેમા જીપીએસસીના નિયમ મુજબ દરેક કેટેગરીને સમાવિષ્ટ કરીને મેરિટમાં લેવાયા ન હોવાની રજૂઆત કરાઈ છે.